નસોના દુખાવાની અવગણના કરવી ઘણી વખત સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આની પાછળ ઘણા કારણ છે. આવો જાણીએ આ કારણો વિશે.
ખરાબ બ્લડ સર્ક્યુલેશન ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાનું કારણ બને છે. બ્લડ સર્ક્યુલેશન ખરાબ હોવાના કારણે હાથ-પગમાં દુખાવો અને સોજા આવવાની સાથે સાથે નસોમાં પણ દુખાવો થઇ શકે છે.
ડાયાબિટીસમાં ઘણી વખત બ્લડ શુગર વધી જાય છે, જેના કારણે નસોમાં દુખાવાની સમસ્યા રહે છે.
કેટલી સ્વાસ્થ્યને લગતી બીમારીઓ અથવા ઇન્ફેક્શન જેમ કે મલ્ટિપલ સ્કેલેરોસિસ, અચઆઇવી, ટ્રોમા વગેરે નસોમાં દુખાવનું કારણ બની શકે છે. એમાં શરીરના કેટલાક ભાગની નસોમાં દુખાવો થઇ શકે છે.
ઘણી વાર વધુ અથવા હાઇ ઇન્ટેસિટી વર્કઆઉટ કરવાથી નસોમાં દુખાવો થાય છે, જેનાથી નસોમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. જો તમે પહેલાથી જ આ સમસ્યા છે તો એવામાં વધુ કસરત ના કરવી.
ઘણી વાર નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર જેમ કે સ્ટ્રોક, પાર્કિનસન ડિસીઝ અથવા મલ્ટિપર સ્કેલેરોસિસ થવા પર નસો પર દબાણ પડે છે અને દુખાવો પણ થઇ શકે છે.