હેર સ્પા કરાવવાથી તમારા વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. વાળની ડ્રાયનેસ, હેરફોલ અને ડેન્ડ્રફમાં રાહત અપાવે છે. આવો જાણીએ હેર સ્પા કરવાના ફાયદા વિશે.
એક પ્રકારની હેર ટ્રીટમેન્ટ છે, જેમાં વાળને સ્પા કરવામાં આવે છે. આમા મસાજ, શેમ્પૂ, હેર માસ્ક અને કન્ડિશનિંગ વગેરે સામેલ હોય છે.
હેર સ્પા કરાવવાથી વાળને નમી મળે છે. સાથે આ વાળને અંદરથી કન્ડિશનિંગ પણ કરે છે.
મલેસિઝિયા ગ્લોવોસા નામનું ફંગલના કારણે થતાં ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે હેર સ્પા કરાવવું જોઇએ.
જો તમે હેર સ્પા કરાવવા માટે એન્ટિ ફંગલ ગુણોથી ભરપૂર લમડાનો પ્રયોગ કરો છો તો, તમને સ્કેલ્પની ગંદકી સાફ કરવામાં પણ મદદ મળશે.
શુષ્ક અને નિર્જીવ વાળથી છુટકારો મેળવવા માટે હેર સ્પા કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. આનાથી વાળના ગ્રોથમાં સુધારો આવે છે. સાથે જ તમારા વાળ સ્વસ્થ, ઘાટ્ટા અને સોફ્ટ બને છે.