હળદરવાળુ પાણી રંગમાં જેટલું પીળુ હોય છે એટલું જ ગુણોથી ભરપૂર હોય છે. આ માટે જ હળદર મિક્સ કરીને ચહેરો ધોવાથી તમને ઘણા ફાયદા મળે છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને ઉકાળો. જ્યારે પાણી ઠડું થયા બાદ તેનાથી ફેસ ધોવો.
તમારા ચહેરા પર ગ્લો લાવવા માગો છો તો હળદરવાળા પાણીથી ફેસ ધોવો. હળદરનું પાણી બનાવીને તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવી શકે છે.
ચહેરા ડાઘાથી છુટકારો મેળવવા માટે હળદરવાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. હળદરનું પાણી ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે ચહેરાના ડાર્ક સ્પોર્ટ્ પણ દૂર કરે છે.
એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હળદરનું પાણી ખીલની સમસ્યામાં ઘટાડો કરે છે. આ માટે ખીલ થવા પર હળદરવાળા પાણીથી ચહેરો ધોવાથી તમને ફાયદો મળશે.
ચહેરા પર ખંજવાળ અને બળતરા થવા પર હળદરવાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં હળદર મિક્સ કરીને ચહેરો ધોવાથી ચહેરાની બાળતરા અને ખંજવાળમાં રાહત મળે છે.
હળદરનું પાણી એન્ટિ એજિંગ સ્કિન મેળવવામાં પણ મદદ કરે છે. આ માટે નિયમિત રીતે હળદરના પાણીથી સવારે અને રાત્રે ચહેરા ધોવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઘટે છે.