લીમડાના પાણથી વાળ ધોવાના ફાયદા


By Hariom Sharma29, May 2023 10:00 AMgujaratijagran.com

લીમડાના પાણીમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક જેવા ગુણો રહેલા છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હય છે. આ માટે લીમડના પાણથી વાળ ધોવા પર વાળને ઘણા ફાયદા મળે છે.

કેવી રીતે બનાવવું?

લીમડાનું પાણી બનાવવા માટે લીમડાના પાનને સારી રીતે ધોવો. ત્યારે બે ગ્લાસ પાણીમાં 12થી 15 લીમડાના પત્તા ઉકાળો. પાણીને રંગ બદલાય એટલે તેને ગાળી લો. ત્યાર બાદ નવશેકુ પાણી થયા પછી વાળ ધોવો.

ડેન્ડ્રફ

એન્ટિ ફંગલ ગુણથી ભરપૂર લીમડાનું પાણી ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યાથી રાહત અપાવે છે. આ માટે વાળમાં શેમ્પૂ અને કન્ડિશનર કર્યા પછી લીમડાના પાણીથી વાળ ધોવો.

સફેદ વાળ

વાળને સફેદ થતાં રોકવા હોય તો લીમડાના પાણીનો ઉપયોગ કરો. એન્ટિ ઓક્સિડેન્ટ જેવા ગુણોથી ભરપૂર હોવના કારણે લીમડાનું પાણી વાળ સફેદ થતા બચાવે છે.

જુ-લીખમાં રાહત

જુથી છુટકારો મેળવવા માટે એન્ટિ બેક્ટેરિયલ ગુણોવાળા લીમડાના પાણીથી વાળ ધોવો. આ પાણીથી વાળ ધોયા પછી અડધો કલાક સુધી રાખો, ત્યાર બાદ પાતળા દાંતાવાળા કાંસકાથી જુ કાઢો.

હેલ્ધી બનાવે

લીમડાનું પાણી વાળને ખંજવાળ અને ઇન્ફેક્શનને દૂર કરે છે. આ માટે લીમડાનો પાવડર પાણીમાં મિક્સ કરીને વાળ વોશ કરો. આનાથી વાળ હેલ્ધી અને શાઇની બની શકે છે.

લીમડાના પાણીના ગુણ

- એન્ટિસેપ્ટિક - એન્ટિ ફંગલ - એન્ટિ ઓક્સિડેન્ટ - એન્ટિ ઇન્ફ્લેમેટરી - એન્ટિ બેક્ટેરિયલ

અશ્વગંધાનું સેવન કરતાં પહેલા સાવધાની રાખો