અશ્વગંધાનું સેવન કરતાં પહેલા સાવધાની રાખો


By Hariom Sharma28, May 2023 07:28 PMgujaratijagran.com

અશ્વગંધાનું સેવન મર્યાદિત માત્રામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકરક હોય છે. કેટલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં આનું સેવન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે. આવો જાણીએ અશ્વગંધાનું સેવન કરતાં પહેલા શું સાવધાની રાખવી.

થાઇરોઇડમાં ન કરો સેવન

થાઇરોઇડની સમસ્યા થવા પર અશ્વગંધાનું સેવન ના કરવું જોઇએ. અશ્વગંધા થાઇરોઇડ હોર્મોન વધારવામાં મદદ કરે છે, જેના કારણે હાઇપરથાઇરોઇડની સમસ્યાથી પીડાતો લોકોને વધુ તકલીફ થઇ શકે છે.

લિવરમાં સમસ્યા થવા પર

લિવરને લગતી સમસ્યા છે તો એવામાં અશ્વગંધાનું સેવન ના કરવું જોઇએ. અશ્વગંધાનું પાચન બાદ તેમાથી બચેલું અપશિષ્ટ લિવરમાં જમા થાય છે, જે પેશાબને લગતી સમસ્યાનો વધારો કરે છે. લિવરમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી થ

ડાયાબિટીસ વધારી શકે છે

ડાયાબિટીસની સમસ્યામાં એલોપેથી દવાઓની સાથે અશ્વગંધાનું સેવન ના કરવું જોઇએ. દવાઓની સાથે અશ્વગંધાનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઘટે છે, પરંતુ આ લો શુગર લેવલ ધરાવતા દર્દીઓ માટે હાનિકારક બની શકે છે

અનિદ્રાની સમસ્યા

અશ્વગંધામાં ઘણા એવા તત્ત્વો રહેલા છે, જે માથાની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. ઊંઘ ન આવવાની સમસ્યામાં અશ્વગંધાનું સેવન ન કરવું, આમ કરવાથી આ સમસ્યામાં વધારો થાય છે.

પેટ સાથે જોડાયેલી સમસ્યા

અશ્વગંધાના સેવન પહેલા ચેક કરી લો કે પેટને લગતી કોઇ સમસ્યા તો નથીને. અશ્વગંધામાં રેચક ગુણ હોય છે, જેના કારણે પેટને લગતી સમસ્યાઓ તેના સેવનથી ઉલટી, ઝાડા અને પટેમાં દુખાવો જેવી સમસ્યા વધવા લાગે છે.

ખાલી પેટ વરિયાળીની ચા પીવાના ફાયાદ