રંગમાં પીળી અને સ્વાદામાં મીઠી વરિયાળીની ચા ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ માટે વરિયાળીની ચાનું સેવન ખાલી પેટ કરવાથી તમને ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળી શકે છે.
વરિયાળીની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને ઉકાળો. સ્વાદ માટે તમે ફૂદીનો પણ એડ કરી શકો છો. પાણી ઓછું થવા પર અને રંગ બદલાય એટલે તેને ગાળીને મધ મિક્સ કરીને પીવો.
પોટેશિયમ, વિટામિન અને આયર્નથી ભરપૂર વરિયાળીની ચાનું સેવન પીરિયડ્સમાં ફાયદાકારક છે. આ માટે ખાલી પેટ વરિયાળીની ચાનું સેવન કરવું.
વરિયાળીની ચાનું સેવન ખાલી પેટ કરવાથી શરીરનું વજન ઘટાડી શકો છો. આ માટે શરીરની સ્થૂળતા અને મેટાબોલિજમ વધારવા માટે વરિયાળીની ચાનું સેવન કરવું.
ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળીની ચાનું સેવન ફાયદાકરક છે. આ લો ગ્લાઇસેમિક ફૂડ્સમાં સામેલ છે. આને ખાલી પેટ પીવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ખાલી પેટ વરિયાળીની ચાનું સેવન કરવું આંખો માટે ગુણકારી છે. વરિયાળીમાં વિટામિન એ રહેલું હોય છે. આ આંખોની રોજની વધારવામાં મદદ કરે છે.
ખાલી પેટ વરિયાળીની ચા પીવાથી તમારા પાચન તંત્ર ઘણી ફાયદાકારક છે. આ ચાનું સેવન કરવાથી કબજિયા અને બ્લોટિંગ જેવી પેટને લગતી સમસ્યા દૂર થાય છે.