આ દરમિયાન કમરની ઠીક નીચે અને ટેબલોન નજીક દર્દ થાય છે. જે પ્રેગ્નેન્સીના 5માં મહિનાથી વધી જાય છે.
40ની વય થવા પર પ્રી-મોનોપોઝલ અવસ્થાનો સામનો કરવો પડે છે અને એસ્ટ્રોજન લેવલ પણ ઓછું થઈ જાય છે. જેના કારણે હાડકા નબળા થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કમર દર્દ થવાનું એક કારણ મોટાપો પણ છે. મહિલાઓને બેસતા સમયે સ્પાઈનલ કોડને સીધો રાખવો જોઈએ અને યોગ્ય લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ.
જ્યારે કોઈ મહિલા મેનોપૉઝની સ્થિતિમાં પહોંચી જાય છે, તો તેને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહેવાનું સામાન્ય થઈ જાય છે.
40ની વયે મહિલાઓ કસરત નથી કરતી, જેના કારણે તેમની લાઈફ સ્ટાઈલ ખરાબ થવા લાગે છે. જે કમર દર્દનું કારણ બની જાય છે.
જો તમારી લાઈફ સ્ટાઈલ પર યોગ્ય ધ્યાન આપવામાં આવે, તો કમર દર્દમાં મહદઅંશે છૂટકારો મળી શકે છે. આ સાથે તમારે તમારા વજન પર પણ કંટ્રોલ રાખવો પડશે.
બેસતા સમયે સ્પાઈનલ કોડને સીધો રાખીને બેસવું જોઈએ. નિયમિત કસરત કરવા ઉપરાંત ડૉક્ટરની સલાહ અનુસાર કેલ્શિયમના ડૉઝ લેવા જોઈએ.