સાવધાન! ઑફિસની આ આદતો વધારી શકે છે તમારું વજન, આજથી જ સુધારો


By Sanket M Parekh28, May 2023 03:55 PMgujaratijagran.com

એક વખતમાં વધારે ખાઈ લેવું

નાસ્તો સ્કિપ કર્યા બાદ લંચમાં એક વખતમાં વધારે પડતું ખાઈ લેવાથી વજન ઝડપથી વધી શકે છે. આથી વધારે સમય ભૂખ્યા ના રહીએ અને એકસાથે વધારે પડતો ખોરાક ના લેવો જોઈએ.

વધારે સમય બેઠા રહેવું

ઑફિસમાં કામના કારણે મોટાભાગનો સમય બેસી રહેવું, બ્રેક ના લેવો પણ તમારું વજન વધારી શકે છે. આથી કામની વચ્ચે બ્રેક લઈને આંટા મારવાની આદત પાડવી જોઈએ.

લંચમાં હેલ્ધી ફૂડ્સ લાવો

જો તમે વર્કિંગ પર હોવ, તો તમારે તમારી ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારે તેલ, મસાલા વાળો ખોરાક ઓછો કરો અને ફળ તેમજ લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ.

સમયસર ના ખાવુ

ભૂખ લાગ્યા બાદ પણ કામના પ્રેશરમાં ખાવાનું ના ખાવુ પણ વજન વધવાનું કારણ છે. આથી સમયસર ભોજન જરૂર કરી લેવું જોઈએ.

શિફ્ટમાં કામ કરવું

આજકાલ દરેક ઑફિસમાં શિફ્ટિંગ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાસ કરીને નાઈટ શિફ્ટ. જે તમારી કેલરી બર્ન નથી થવા દેતી અને મોટાપા સહિત અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.

પાણી ઓછું પીવું

ઑફિસમાં કામ દરમિયાન મોટાભાગના લોકો પાણી પીવાનું ભૂલી જતાં હોય છે. જે બૉડીની અંદર ટૉક્સિનને વધારવાનું કામ કરે છે. જેથી શરીરમાં ફેટ વધે છે.

અન્ય બાબતો

આ બધા ઉપરાંત બહારનું ખાવું, કામનો સ્ટ્રેસ, ફટાફટ ખાવુ વગેરે કારણોસર પણ વજન ઝડપથી વધી શકે છે.

શું સવારે ખાલી પેટ દૂધ પીવું જોઇએ?