શું સવારે ખાલી પેટ દૂધ પીવું જોઇએ?


By Hariom Sharma28, May 2023 10:30 AMgujaratijagran.com

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે રામબાણ સમાન છે, પરંતુ લોકો ખાલી પેટ દૂધ પીવામાં ઘણો સંકોચ રાખે છે. આવો જાણીએ સવારે ખાલી પેટ દૂધ પીવું જોઇએ કે નહીં.

દૂધના પોષકતત્ત્વો

- કેલ્શિયમ - વિટામિન ડી - રાઇબોફ્લેવિન - ફોસફોરસ - મેગ્નેશિયમ

ખાલી પેટ દૂધ પીવું કે નહીં

જો તમારી પાચન શક્તિ મજબૂત છે તો તમે સવારે ખાલી પેટ દૂધ પી શકો છો, પરંતુ કેટલાક કિસ્સામાં ખાલી પેટ તેનું સેવન કરવું પાચન તંત્ર અને કફની સમસ્યા થઇ શકે છે.

એલર્જી

સવારે ખાલી પેટ દૂધ પીવું એલર્જીની સમસ્યા વધારી શકે છે. જો તમે પહેલાંથી જ એલર્જીથી પરેશાન છો તો એમાં ખાલી પેટ દૂધ ના પીવું જોઇએ.

પાચનને લગતી સમસ્યા

કમજોર પાચન તંત્રવાળા લોકો ખાલી પેટ દૂધ પીવાથી તેને હજમ થવામાં સમય લાગે છે. તેમને પાચનને લગતી સમસ્યા જેમે કે કબજિયાત, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યા થઇ શકે છે.

ઠંડુ દૂધ પીવું

જો તમે સવારે ખાલી પેટ દૂધનું સેવન કરો છો તો ગરમ દૂધની જગ્યાએ ઠંડુ દૂધી પીવું. આને પીવાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યા થાય છે.

ક્યારે પીવું જોઇએ દૂધ

આયુર્વેદ પ્રમાણે સવારે ખાલી પેટ દૂધનું સેવન કરવું શરીરને નુકસાન પહોંચાડે છે. દૂધ પીવાનો સાચો સમય રાતનો છે. રાત્રે સૂતા પહેલાં દૂધ પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે.

વાળ પર ડુંગળીનો રસ અને નારિયળ તેલ મિક્સ કરીને લગાવવાના ફાયદા