વાળ પર ડુંગળીનો રસ અને નારિયળ તેલ મિક્સ કરીને લગાવવાના ફાયદા


By Hariom Sharma28, May 2023 10:00 AMgujaratijagran.com

વાળ પર ડુંગળીનો રસ અને નારિયળ તેલ લગાવવા ઘણા ફાયદા મળે છે. આનાથી ડેન્ડ્રફ ઘટવાની સાથે સાથે સફેદ વાળથી પણ રાહત મળે છે. આવો જાણી તેના ફાયદા વિશે.

વાળના ગ્રોથમાં ફાયદાકારક

વાળના ગ્રોથ માટે તમે ડુંગળીનો રસ અને નારિયળ તેલ અપનાવી શકો છો. આને લગાવવાથી સ્કેલ્પને પોષણ મળે છે, જે વાળના ગ્રોથમાં ઘણી મદદગાર સાબિત થાય છે.

સફેદ વાળથી રાહત

સફેદ વાળની સમસ્યામાં રાહત મેળવવા માટે તમે વાળમાં નારિયળ તેલ અને ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવી શકો છો. નારિયળ તેલ વાળના પ્રોટીનને હેલ્ધી રાખીને સફેદ વાળને વધતા રોકે છે.

ડેન્ડ્રફ ઘટાડે

આ કોમ્બિનેશન ડેન્ડ્રફની સમસ્યા ઘટાવામાં ઘણી મદદ કરે છે. આમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે સ્કેલ્પથી બેક્ટેરિયા ઘટાડીને ડેન્ડ્રફથી છુટકારો અપાવે છે. આ માટે તે આ મિશ્રણથી વાળની મસાજ કરો.

વાળને મજબૂત બનાવે

જો તમારા વાળ પાતળા અને કમજોર છે તે ડુંગળીના રસમાં નારિયળ તેલ મિક્સ કરીને લગાવો. ડુંગળીમાં રહેલું સલ્ફર કોલેજન વધારીને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કેવી રીતે લગાવવું આ મિશ્રણ

આ મિશ્રણને વાળ પર લગાવવા માટે ડુંગળીના રસમાં નારિયળ તેલ અને થોડું ટી-ટ્રી ઓઇલ મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પ પર લગાવીને મસાજ કરો. 30 મિનિટ સુધી લગાવીને રાખ્યા બાદ વાળ શેમ્પૂથી ધોઇ લો.

આ 5 લોકોએ ના પીવી જોઇએ છાશ