છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ કેટલા લોકો માટે તેનું સેવન નુકસાનકારક પણ છે. આવો જાણીએ કયા લોકોએ છાશનું સેવન ના કરવું જોઇએ.
- કેલ્શિયમ - વિટામિન એ - વિટામિન બી - ઝિંક - પ્રોટીન
તાવમાં ખાટાસ અથવા ઠંડી તાસીર ધરાવતી વસ્તુઓ ખાવા-પીવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તાવમાં છાશનું સેવન કરવાથી સમસ્યા વધુ વધી શકે છે.
છાશમાં સેચ્યુરેટેડ ફેટી માત્રા વધુ હોય છે, જેને પીવાથી હાર્ટના દર્દીઓમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે. જો તમે હાર્ટના દર્દી છો તો છાશનું સેવન ના કરવું જોઇએ.
આયુર્વેદ પ્રમાણે સરદી-ખાંસી જેવી સમસ્યા થવા પર ઠંડી તાસીરની વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આવી સ્થિતિમાં ખાસ કરીને રાત્રે છાશ પીવાથી ખાંસી આવવાની સાથે સાથે સરદીના લક્ષણો વધી શકે છે.
જો તમે હાડકા, સાંધા અન સ્નાયુઓના દુખાવાથી પરેશાન છો તો છાશના સેવનથી દૂર રહેવું. આવી સ્થિતિમાં આને પીવાથી સ્નાયુઓ અને સાંધામાં દુખાવો અને અકડનની સમસ્યા વધી શકે છે.
એગ્જિમાં ત્વચાને લગતી સમસ્યા છે, જમાં ત્વચા પર ખંજવાળ આવવી અને ખરાબ થવા લાગે છે. આવામાં ડેરી પ્રોડક્ટનું સેવન ના કરવાની સલાહ આપવામાં આે છે. એગ્જિમામાં છાશ પીવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે.