ગરમીમાં ડિહાઇડ્રેશન અને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સીઝનમાં તમે ખોરાકમાં કેટલા ફૂડ્સ અને ફ્રૂટ્સનું સેવન વધારીને આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.
ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે તરબૂચનું સેવન કરવું. તરબૂચમાં 92% પાણી હોય છે, જે શરીરને રિહઇડ્રેટ કરવામાં ઘણી મદદ કરે છે.
ગરમીની સીઝનમાં શરીરમાં પાણી ઘટવા પર ખીરાનું સેવન ફાયદાકારક ગણાય છે. ખીરામાં 96% પાણી હોય છે, સાથે વિટામિન- સી અને સિલિકા જેવા ગુણકારી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે શરીરને હાઇડ્રેશનમાં મદદ કરે છે.
અનાનસમાં લગભગ 87% પાણી હોય છે, જે ગરીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચાવ કરે છે. આ ફળમાં બ્રોમેલેન જેવા એન્જાઇમ ભરપૂર માત્રામાં હોય છે, જે ડિહાઇડ્રેશનની સાથે પાચનની સમસ્યા સુધારે છે.
નારંગીમાં 87% પાણી હોય છે, જેના કારણે તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. આમા પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર માત્રા હોય છે, જે હૃદય માટે ફાયદાકારક હોય છે.
કીવી ખાટું ફળ છે, જેમાં લગભઘ 84% પાણીની માત્રા હોય છે. આ વિટામિન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે ગરમીમાં શરીરના હાઇડ્રેશનના સ્તરને વધારવામાં મદદ કરે છે.
બ્લૂબેલી ખૂબ નાનું ફળ છે પરંતુ ડિહાઇડ્રેશનની સમસ્યામાં આ એક સારો વિકલ્પ છે. આ ફળમાં 84% પાણી હોય છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી.