વધારે ખાંડ ખાવાથી હાર્ટની આર્ટરીની આસપાસ જે મસલ્સની ટિશ્યૂઝ છે, જે સામાન્યથી વધુ ફેલાવવા લાગે છે. એવામાં હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીનો ખતરો હોઈ શકે છે.
જો તમે આખો દિવસ સુસ્તી અને થાક અનુભવતા હોવ અને કોઈ કામ કરવામાં મન ના લાગતું હોય, તો તેનું કારણ વધારે પડતી ખાંડ ખાવી પણ હોઈ શકે છે.
ખાંડ શરીરના હેલ્ધી કૉલેસ્ટ્રોલને ઓછું કરીને ખરાબ કૉલેસ્ટ્રોલને વધારી શકે છે. એવામાં ખાંડનું વધારે પડતું સેવન કરવાથી બચવું જોઈએ.
જો તમે ડાયટિંગ કરી રહ્યાં હોવ, તો ખાંડ ખાવાનું ઓછું કરી દો. ખાંડનું વધારે પડતું સેવન કરવાથી વજન સતત વધી શકે છે.
વધારે ખાંડ ખાવાથી તમારી સ્કિન ખરાબ થઈ શકે છે. સ્કિન પર ડાઘ અને ખીલ દેખાવા લાગે છે, જેનું કારણ ખાંડનું વધારે પડતું સેવન હોઈ શકે છે.
વધારે ખાંડ ખાવાથી અલ્જાઈમરનો ખતરો વધી શકે છે. જે એક ગંભીર બીમારી છે, જેમાં ગ્લુકોઝને પ્રોસેસ કરવાની મગજની ક્ષમતા ખતમ થઈ જાય છે.
ખાંડનું વધારે પડતું સેવન કરવાથી નૉન આલ્કોહોલ ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. જેમાં લિવરમાં ફેટ સ્ટોર થવા લાગે છે.