By Hariom Sharma2023-05-27, 09:21 ISTgujaratijagran.com
ડ્રાય ફ્રૂટ્સમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે શરીરનું વજન વધારી શકે છે. બોડી વેટ વધારવા માટે આ રીતે ડ્રાય ફ્રૂટનું સેવન કરો.
દૂધની સાથે
ડ્રાય ફ્રૂટનું સેવન દૂધની સાથે કરવાથી શરીરનું વજન વધે છે. ડ્રાય ફ્રૂટ્સ અને દૂધનો શેક બનાવી પીવાથી બોડી વેટ વધારી શકો છો.
હલવો
જો તમે ખૂબ જ પાતળા છો અને બોડી વેટ વધારવા માગો છો તો ડ્રાઇ ફ્રૂટ્સનો હલવો બનાવીને ખાવો. ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં શેકીને અથવા ક્રશ કરીને હલવામાં મિક્સ કરીને ખાવાથી વજન વધી શકે છે.
દહી સાથે
બદામ, કાજૂ, પિસ્તા, દ્રાક્ષ અને અંજીર જેવા ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવાથી વજન વધારામાં સરળતા રહે છે. આ માટે તમે દહીમાં આ ડ્રાય ફ્રૂટ્સને મિક્સ કરીને ખાવાથી વેટ વધારી શકો છો.
પલાળીને ખાવ
શું તમે જાણો છો પલાળેલા ડ્રાય ફ્રૂટ્સનું સેવન રોજ કરવાથી તમારા શરીરનું વજન વધી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં બદામ, અખરોટ, કાજૂ, દ્રાક્ષ અને અંજીર રાત્રે પલાળીને રાખી મૂકો.
સ્મૂધી બનાવો
વજન વધારવા માટે ડ્રાય ફ્રૂટ્સની સ્મૂધી ખૂબ જ અસર કરે છે. આ માટે કેળા, કેરી અને દહીંમાં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને સ્મૂધી બનાવીને તેનું સેવન કરવાથી વજન વધી શકે છે.
ડ્રાય ફ્રૂટ્સ ખીર
શું તમે જાણો છો ડ્રાય ફ્ર્ટૂસની ખીરનું સેવનથી વજન વધારી શકો છો. આ માટે ખીર બનાવતા સમયે કાજૂ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ જેવા ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરો.