જ્યારે આપણે જમતી વખતે વધારાની હવા શ્વાસમાં લઈએ છીએ, તે પેટ સુધી પહોંચતી નથી પરંતુ અન્નનળીમાં જમા થાય છે. પછી જ્યારે આ હવા અન્નનળીમાંથી પાછી આવે છે ત્યારે ઓડકારનો અવાજ આવે છે.
જમ્યા પછી અથવા જમતી વખતે ઓડકાર આવવો એ એક સામાન્ય વાત છે. ઘણા લોકો માને છે જ્યારે ખોરાક પચી જાય છે ત્યારે આપણે ઓડકાર ખાઈએ છીએ, પરંતુ શું ખરેખર આ વાત સાચી છે, આવો જાણીએ
ધણા લોકોને ઝડપથી ખાવાની ટેવ હોય છે અથવા જમતી વખતે મોટા કોળીયા લે છે, જેના કારણે ખાધા પછી ઓડકાર આવે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી પાચન પ્રક્રિયા પર પણ ખરાબ અસર પડે છે.
મોટાભાગના લોકો જમતી વખતે વાત કરતા હોય છે, પરંતુ આ ટેવને સારી માનવામાં આવતી નથી. જમતી વખતે વાત કરતા વધારાની હવા આપણા પેટમાં જાય છે જેના કારણે ઓડકાર વધુ આવે છે.
જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે તેઓને ઓડકાર વધુ આવતા હોય છે. ખરેખરમાં ખરાબ પાચનને કારણે એસિડિટી, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે.
જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે તેઓને ઓડકાર વધુ આવતા હોય છે. ખરેખરમાં ખરાબ પાચનને કારણે એસિડિટી, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે.
લાંબા સમય સુધી ખાલી પેટ પર રહેવાથી પેટમાં હવા ભરાઈ જાય છે , અને આ કારણે ઓડકાર આવે છે આ સિવાય કાર્બોનેટેડ ડ્રિંક્સ અથવા વધુ પડતા જંક ફૂડ ખાવાથી પણ તમને ઓડકાર આવી શકે છે.