શરીરમાં વિટામિન B12 ની ઉણપ થવાથી ડિમેન્શિયા, ડિપ્રેશન, સ્ટ્રેસ અને હાડકાના રોગોનું જોખમ વધી જાય છે. શરીરના સ્વાસ્થ્ય માટે વિટામિન B-12નું ઘણું મહત્વ છે, શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે વિટામિન B12 ની જરુર પડે છે. આ ઉણપને દૂર કરવા માટે કેટલાક ખોરાક તમે ખાઈ શકો છો. આવો જાણીએ કયા છે વિટામિન B-12થી ભરપૂર ખોરાક.
વિટામિન B12 ની ઉણપ દૂર કરવા માટે તમે સોયા મિલ્ક, ટોફુ કે સોયાબીનનું શાક ખાઈ શકો છો. આ સિવાય દરરોજ દૂધ અને દહીંનું સેવન કરવાથી પણ તમે વિટામિન B2, B1 અને B12 મેળવી શકો છો
ઓટ્સ વજન ઘટાડવા માટે ઉત્તમ છે, આ સાથે ફાઈબર અને વિટામિનથી ભરપૂર ઓટ્સ ખાવાથી શરીરને વિટામિન B12 પણ મળે છે.
ચીઝ ખાવાથી વિટામીન B12 ઉણપ પુરી કરી શકાય છે. ચીઝમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે જે વિટામીન B12ની ઉણપને પણ દૂર કરે છે.
જો તમે દરરોજ બ્રોકોલી ખાવો છો તો વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય છે. બ્રોકોલીમાં ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ જોવા મળે છે, જે હિમોગ્લોબિન વધારે છે.
જો તમે દરરોજ બ્રોકોલી ખાવો છો તો વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય છે. બ્રોકોલીમાં ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ જોવા મળે છે, જે હિમોગ્લોબિન વધારે છે.