માટલામાં જ ફ્રીજ જેવું જ ઠંડુ પાણી તમે કરી શકો છો. માટલાનું પાણી ફ્રીજના પાણી કરતા વધારે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પણ માટલાનું પાણી પીવો છો, તો આ ટ્રીકસ જાણી લો, માટલામાં પાણી ઝડપથી અને વધુ ઠંડુ થશે.
જો તમારા માટલામાં પાણી ઠંડુ નથી થઈ રહ્યું તો તેની ફરતે ભીનું સુતરાઉ કાપડ અથવા કાથીનુ બેગ લપેટી લો. આનાથી બહારના ગરમ તાપમાનની અસર માટલા પર નહીં થાય અને અંદર રાખેલ પાણી ઠંડુ રહેશે.
માટલાને જમીન પર અથવા પ્લેટફોર્મ પર રાખવાથી માટલાનું પાણી વધું ઠંડુ થતુ નથી, કારણ ફ્લોર પરની ગરમી પાણીને ઠંડુ નથી કરવા દેતી. પાણીને ઠંડુ રાખવા માટે માટલાને સ્ટેન્ડ અથવા માટીના વાસણ પર રાખો. આમ કરવાથી તેનું પાણી હંમેશા ઠંડુ રહેશે.
માટલાને સમય સમય પર સાફ કરો, અને તમે જ્યારે તેમા પાણી રેડો તેની પહેલા તેમાં ફટકડીનો ટુકડો લો અને તેને 1 મિનિટ સુધી તેને ફેરવો આમ કરવાથી માટલાના છીદ્રો બંધ થઈ જાય છે અને પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે
માટલાનેે માટીને પ્લેટમાં રેતી ભરીને તેની ઉપર માટલું રાખો, આનાથી માટલામાં પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે