વાળ મુંડવાવા પાછળ શુદ્ધિકરણની એક પ્રક્રિયા માનવામાં આવે છે. આથી અંતિમ સંસ્કાર બાદ મુંડન કરવામાં આવે છે.
સૌ કોઈ જાણતું જ હશે કે, હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના પાર્થિવ શરીરને સ્મશાન ઘાટમાં જ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે, પાર્થિવ શરીરને સળગાવવા પર સ્મશાનમાં હાનિકારક જીવાણું પેદા થાય છે. જે સ્મશાનમાં ઉપસ્થિત લોકોને ચોંટી જાય છે.
અંતિમ સંસ્કાર બાદ નદીમાં સ્નાન કરવાથી શરીર પર ચોંટેલા તમામ જીવાણુ દૂર થઈ જાય છે. આથી અગ્નિ સંસ્કાર બાદ સ્નાન જરૂરી માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર, આત્માનો પરિવારના લોકો સાથે સંપર્કમાં આવવાનું સરળ માધ્યમ વાળ હોય છે. આથી અંતિમ સંસ્કાર બાદ તરત જ મુંડન કરવાની પરંપરા છે.
મૃતક પોતાના પરિવાર માટે ઘણું બધુ કરીને ગયો હોય છે. આથી મૃત્યુ બાદ વાળ સમર્પિત કરવા તેના પ્રત્યે પ્રેમ અને સમ્માન દર્શાવે છે.
અંતિમ સંસ્કાર બાદ માથા પર ચોંટેલા જીવાણુને પૂરી રીતે નીકાળવા માટે પરિવારજનોના મૃત્યુ બાદ મુંડન કરવામાં આવે છે.