વિધવા-કુંવારી યુવતીઓએ સિંદૂર કેમ ના લગાવવું જોઈએ?


By Sanket M Parekh2023-04-25, 16:36 ISTgujaratijagran.com

માંગમાં સિંદૂર ભરવાનું વૈજ્ઞાનિક કારણ

સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા સેથીમાં સિંદૂર ભરવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. સિંદૂરમાં પારો હોય છે, જે એક દવાનું કામ કરે છે અને મહિલાઓનું બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે.

અનિંદ્રાની સમસ્યા

માંગમાં સિંદૂર ભરવાથી મહિલાઓ તણાવરહિત રહે છે અને તેમની અનિન્દ્રાની સમસ્યા દૂર થાય છે. જે સ્થાન પર સિંદૂર લગાવવામાં આવે છે, તેને બ્રહ્મરંધ્ર કહે છે.

વિધવા અને કુંવારી યુવતી

હકીકતમાં માંગમાં સિંદૂર પૂરવાથી કામોત્તેજના વધે છે. જે વિધવા અને કુંવારી મહિલાઓ માટે યોગ્ય નથી. આથી આવી મહિલાઓ માટે સિંદૂર લગાવવાની મનાઈ હોય છે.

જ્યોતિષ કારણ

જો જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો, સિંદૂરને સોળ શ્રીંગારનો હિસ્સો માનવામાં આવે છે. જે માત્ર સૌભાગ્યવતી સ્ત્રી માટે હોવાનું મનાય છે.

સામાજિક દ્રષ્ટિકોણ

જ્યારે કોઈ યુવતીની સેથીમાં સિંદૂર ભરવામાં આવે છે, તો તેની એક અલગ સામાજિક ઓળખ કાયમ થઈ જાય છે. જેથી સમાજમાં તેની અલગ ઓળખ કરી શકાય છે.

પતિના દિર્ઘાયુ

હિન્દુ ધર્મ અનુસાર સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સેથીમાં સિંદૂર ભરે છે. જેની સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.

મન અને શરીર સાથે સબંધ

સિંદૂરનું પ્રચલન સદીઓથી ચાલતું આવ્યું છે. જેનો સબંધ મન અને શરીર સાથે છે. સિંદૂર સાથે અનેક પ્રકારની માન્યતાઓ સંકળાયેલી છે.

રકૂલપ્રીતનું વેડિંગ પરફેક્ટ ગોર્જિયસ લહેંગા કલેક્શન