જ્યારે કોલેસ્ટ્રોલ અથવા પિત્તનો રસ પિત્તાશયમાં જમા થાય છે, ત્યારે તે કઠણ બનીને પથરીમાં ફેરવાઈ જાય છે. જેને પિત્તાશયની પથરી કહેવામાં આવે છે. તો ચાલો MBBS ડૉક્ટર પાસેથી રુહી પીરઝાદા પાસેથી જાણીએ પિત્તાશયમાં પથરી ક્યા કારણોસર બને છે?
પિત્તાશય એ લીવરની નીચે એક નાની કોથળી જેવું અંગ છે, જેનું કામ પિત્ત રસનો સંગ્રહ કરવાનું છે જે પાચનમાં મદદ કરે છે અને જરૂર પડ્યે તેને છોડે છે.
ગર્ભ નિરોધક ગોળીઓ લેવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે, જેના પરિણામે પિત્ત ગાઢ બની જાય છે અને પથરી થવાનું જોખમ વધી જાય છે. મહિલાઓમાં આ કારણ સૌથી સામાન્ય હોય છે.
જંક ફૂડ, મીઠાઈઓ અને રિફાઈન્ડ કાર્બ્સનું વધુ પડતું સેવન પિત્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. જે પથરી બનવાનું એક સૌથી મોટું કારણ છે.
ડાયાબિટીસને કારણે શરીરમાં ચરબી અને પિત્ત વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય છે. જેના કારણે પિત્ત જાડું થઈ શકે છે અને પથરી બનવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
વધારે વજન અર્થાત મોટાપો પિત્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. આથી આવા લોકોને પથરીનું જોખમ વધારે રહે છે. જે લોકો બેઠાડું જીવન જીવે છે તેમનામાં ખસ આ સમસ્યા જોવા મળે છે.
વધુ પડતી કોફી પીવાથી પણ પિત્તાશય પર અસર થાય છે. આ આદત પિત્તના પ્રવાહને અવરોધે છે, જેના પરિણામે પિત્તાશયમાં પથરીની શક્યતા વધી જાય છે.
પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો, ઉબકા, ઉલટી, તાવ, ખાટા ઓડકાર, કમળો, પેટ ફૂલવું અને પેટમાં ભારેપણું જેવા લક્ષણો પિત્તાશયની પથરીના સંકેતો હોઈ શકે છે.
અલ્ટ્રાસાઉન્ડ, સિટી સ્કેન, એન્ડોસ્કોપી અને રેડિયોન્યુક્લાઇડ સ્કેન જેવા ટેસ્ટ થકી ડોકટરો પિત્તાશયમાં પથરીની પુષ્ટિ કરે છે અને તે મુજબ સારવાર નક્કી કરે છે.