સત્તુનું શરબત પીવાના ફાયદા


By Vanraj Dabhi24, Jun 2025 03:14 PMgujaratijagran.com

સત્તુનું શરબત

સત્તુ એક દેશી સુપરફુડ છે, જે ગરમીથી બચવાની સાથે શરીરને ઘણા ફાયદા મળે છે.

શરીરને ઠંડુ રાખે

સત્તુની તાસિર ઠંડી હોય છે, તે કુદરતી ઠંડકનું કાર્ય કરે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે.

ઊર્જા

સત્તુમાં પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે દિવસભર ઊર્જા જાળવી રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

પાચન

સત્તુમાં રહેલું ફાઈબર પાચનક્રિયાને સારી બનાવવા માટે મદદરૂપ છે, તેના સેવનથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

વજન ઘટાડવું

ફાઈબરથી ભરપૂર સત્તુ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે વારંવાર ખોરાકની તૃષ્ણાને અટકાવે છે અને વજનને નિયત્રણમાં રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ

સત્તુમાં આયર્ન, મેગ્નેશિયમ જેવા ઘણા ખનિજો જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

હાઇડ્રેશન

સત્તુનું પાણી શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી, જેના કારણે ડિહાઇડ્રેશન અને નબળાઇ ટાળી શકે છે.

નોંધ

આ લેખ માત્ર તમને જાગૃત કરરવા માટે છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.

મધ સાથે આ સફેદ વસ્તુ ખાશો તો, નસોમાં જમા થયેલી ગંદકી પાણીની જેમ પીગળી જશે