બાળકો કેમ લે છે નસકોરા?


By Hariom Sharma16, Jul 2023 07:27 PMgujaratijagran.com

બાળકો જો ક્યારેક ક્યારેક નસકોરા લે છે તો પરેશાન થવાની જરૂર નથી. આ સમસ્યા તેની જાતે સુધરી જાય છે, પરંતુ બાળકો અઠવાડિયામાં 3થી 4 વખત નસકોરા લો છો તો સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ તેના વિશે.

પ્રદૂષિત હવાને કારણે

એર ક્વોલિટી ખરાબ હોવાના કારણે પણ શ્વાસને લગતી સમસ્યા વધી શકે છે. નાકથી સારી રીતે શ્વાસ ન લેવાના કારણે બાળકો મોંઢા વળે શ્વાસ લે છે, જે નસકોરા આવવાનું મુખ્ય કારણ છે.

એલર્જીને કારણે

બાળકોમાં રાઇનાઇટિસ અલર્જીને કારણે નાક અને ગળામાં સોજાની સમસ્યા થઇ શકે છે, જેનાથી શ્વાસ લેવામાં પરેશાની થવા લાગે છે. સૂતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી આવવના કારણે નસકોરાની સંભવાના વધી જાય છે.

અસ્થમાના કારણે

અસ્થમાની સમસ્યાથી પીડાતા બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમાના કારણે સૂતા સમયે નસકોરા આવવાનું સૌથી મોટું કારણ છે.

સ્થૂળતાના કારણે

ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાના કારણે બળકોમાં સ્થૂળતાની સમસ્યા વધવા લાગી છે. બાળકોના વજનના કારણે સૂતા સમયે નસકોરાની સમસ્યા શરૂ થવા લાગે છે.

સરદી-ખાંસીના કારણે

સરદી-ખાંસીની સમસ્યામાં બાળકોને નાકથી શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે સૂતા સમયે મોઢાંથી શ્વાસ લેવાનું કારણ બને છે. મોંઢાથી શ્વાસ લેતા સમયે નસકોરાની સંભાવના વધી જાય છે.

આ 7 બીજ તમારા પેટનો ગેસ ગાયબ કરી દેશે