પેટમાં ગેસ થવાને કારણે તમારૂં પેટ ફૂલીને ફુગા જેવું થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ વારંવાર પેટમાં ગેસ થવાની સમસ્યાથી પરેશાન હોવ તો તમારે આ 7 બીજનું સેવન કરવું જોઈએ, આવો જાણીએ.
તકમરીયાના બીજ એક કુદરતી રીતે ઠંડા છે, જે પેટની અંદર ઉત્પન્ન થતા એસિડને ઘટાડવામાં મદદ કરે છે. આ સ્થિતિમાં તેમને પાણીમાં પલાળી રાખો અને ખાવ.
પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન લોકોએ એલચીનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટને ઠંડક મળે છે અને રાહત પણ મળે છે.
ગેસ અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે વરિયાળીનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. આ ઘરગથ્થું ઉપચારથી ઝડપથી રાહત મળવી શકો છો.
અજમાના બીજ તમારા પેટને તરત ઠંડક આપવાનું કામ કરે છે. તમે તેને લીંબુના રસમાં કાળું મીઠું મિક્સ કરીને ખાઈ શકો છો.તેનાથી તમને જલ્દી રાહત મળશે.
તમે કોથમીરના બીજને પાણીમાં પલાળીને સેવન કરી શકો છો. તેનાથી તમને પેટના ગેસથી રાહત મળી શકે છે.
જીરૂંની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી પેટને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેને શેકીને ખાઈ શકો છો અથવા તમે તેને ચા બનાવીને પી શકો છો.
જો તમે ગેસથી પરેશાન છો, તો તમે મેથીના દાણાને પાણીમાં પલાળી શકો છો અને તેનું પાણી પી શકો છો.તેનાથી પણ તમને ઘણી રાહત મળી શકે છે.