જાણો શા માટે આ લોકોએ ટામેટા ન ખાવા જોઈએ


By Jivan Kapuriya16, Jul 2023 12:05 PMgujaratijagran.com

ટામેટા ખાવાનું ટાળવું

આ દિવસોમાં ટામેટાનો ભાવ વધારે હોવાથી લોકો ટામેટા ખાવાનું ટાળી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો માટે ટામેટા ખાવા ફાયદાકારક છે.

સેવન કરવાથી નુકસાન

હકીકતમાં કેટલાક લોકો માટે ટામેટાનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેવા લોકોએ હંમેશા તેનાથી બચવું જોઈએ.

બળતરાની સમસ્યા

એસિડ રિફ્લેક્સની સમસ્યાવાળા લોકોને ટામેટા નુકસાન પહોંચાડી શકે છે. તેમના પેટમાં ટામેટાનું સેવન કરવાથી બળતરા થઈ શકે છે.

છાતીમાં બળતરા

જે લોકોને ટામેટા ખાધા પછી છાતીમે બળતરા, અપચો અથવા જઠરની સમસ્યા હોય તેઓએ તેમના આહારમાં ટામેટાનો સમાવેશ ન કરવો જોઈએ.

કિડનીમાં પથરી

આનું સેવન કરવાથી ઓક્સાલેટ સ્ટોનની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને કિડનીની પથરીના હોય તેને ટામેટા ખાવાનું ટાળવું જોઈએ.

એલર્જી

જે લોકોને ટામેટા ખાવાથી એલર્જી થતી હોય તેમને આનું સેવન કરવાનું ટાળવું જોઈએ. અન્યથા ખંજવાળ અને સોજો જેવી સમસ્યા થઈ શકે છે.

લોહીની ગાંઠો હોય તેને

જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય તેમને પણ ટામેટાનું સેવન ન કરવપં જોઈએ.

દવાઓ પર અસર

હકીકતમાં ટામેટામાં વિટામિન-કે હોય છે, જે લોહીની ગાંઠો ઓગાળવાની દવાઓની અસર ઘટાડી શકે છે.

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ વસ્તુ તમને ખૂબ ઉપયોગી થશે