વરસાદમાં અનેક પર્કારની બીમારીઓનો ખતરો રહે છે. બદલાતી ઋતુને કારણે આહારમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
બદલાતી ઋતુમાં શરદી ઉધરસની બીમારી થવી સામાન્ય બાબત છે. પરંતુ શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિને કોઈ નાની બીમારી તમને વધુ પરેશાન કરી શકે છે.
શરીરની રોગપ્રચતિકારક શક્તિ આપણને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે.આજે અમે વાત કરી રહ્યા છીએ કે ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ.
તુલસીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એટલા માટે તમારે બદલાતી ઋતુમાં સ્વસ્થ રહેવા માટે તુલસી ચામાં નાખીને અથવા તુલસીના પાન ખાવા જોઈએ.
આદુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલા માટે ચોમાસામાં આદુ વાળી ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.
કાળા મરી પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી તમે કાળા મરીની ચા બનાવીને પી શકો છો. જેના ઘણા ફાયદા પણ છે.
મીઠાં લીમડાના પાંદડામાં વિટામિન A,B,C ઉપરાંત કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ તેનું સેવન કરવું રોગપ્રતિકારક શક્તિ માટે વધુ ફાયદાકરક છે.
લીંબુને વિટામિન સાનો શ્રેષ્ઠ સ્ત્રોત માંનવામાં આવે છે.તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.ચોમાસામાં શરીરને મજબૂત રાખવા માટે લીંબુ પાણી પીવું જ જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.