ઈંડનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પરેશાન લોકોને દિવસની શરૂઆત ઈંડાના સેવનથી ના કરવી જોઇએ. આવો જાણીએ તેના વિશે.
હાર્ટને લગતી કોઇ પણ સમસ્યાથી પરેશાનો છો તો ઈંડાનું વધુ સેવન અથવા તો ઈંડાના સેવનથી દિવસની શરૂઆત ના કરવી જોઇએ. આમા મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, આ શરીરમાં વધુ માત્રામાં હોવાથી હાર્ટ બ્લેકેજનું કારણ બની શકે છે.
ઈંડ હાઇ પ્રોટીનનો સારો સોર્સ છે. શરીરમાં વધુ પ્રોટીન હોવાથી યુરિક એસિડ વધી શકે છે. સાંધા અને આર્થરાઇટિસના દર્દીઓએ દિવસની શરૂઆત આના સેવનથી ના કરવી જોઇએ.
ઈંડામાં સોડિયમ હોય છે, જે બ્લેડ ફ્લોને અસર કરે છે. બ્લડ પ્રેશરની સમસ્યા વધારી શકે છે. બ્લેડ પ્રેશરના દર્દીઓએ દિવસની શરૂઆત ઈંડાથી ના કરવી જોઇએ.
ઈંડા ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેના કારણે રોજ સવારે આનું સેવન કરવાથી વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો, આનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઇએ.
ઈંડામાં હાઇ ફાયબર અને પ્રોટીન હોય છે, જેને પચવામાં ઘણો સમય લાગે છે. દિવસની શરૂઆત ઈંડાથી કરો છો બ્લોટિંગ અને સોજાની સમસ્યા થઇ શકે છે.
ઈંડમાં અફ્લેટોક્સિન રહેલું હોય છે, જે વધુ માત્રામાં શરીર માટે નુકસાનકારક ગણાય છે. આના સેવનથી દિવસની શરૂઆત કરવાથી કિડની અને લીવરને લગતી મુશ્કેલી થઇ શકે છે.