ઈમ્યૂનિટી વધારવા માટે આ 5 રીતે કરો હળદરનું સેવન


By Hariom Sharma16, Jul 2023 10:00 AMgujaratijagran.com

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. ઈમ્યૂનિટી વધારવા માટે તમે આનું સેવન કરી શકો છો. આવો જાણીએ ઈમ્યૂનિટી વધારવા માટે હળદરનું સેવ કેવી રીતે કરવું જોઇએ?

હળદરની ચા

ઈમ્યૂનિટી વધારવા માટે તમે હળદરની ચા પી શકો છો. આ માટે પાણી ઉકાળીને તેમાં થોડી હળદર પાવડર અને ગોળ મિક્સ કરો. આને પીવાથી ઈમ્યૂનિટી મજબૂત થવાની સાથે વજન પણ સરળતાથી ઘટશે.

હળદરવાળુ દૂધ

હળદરવાળુ દૂધ પીવાથી પણ ઈમ્યૂનિટી મજબૂત થાય છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સ હય છે, જે સેલ ડેમેજ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી રાહત અપાવે છે અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. આ માટે તમે રાત્રે હળદરવાળુ દૂધ પી શકો છો.

હળદરનું પાણી

ઈમ્યૂનિટી વધારવા માટે હળદરનું પાણી પી શકો છો. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સની સાથે સાથે કરક્યૂમિન હોય છે, જે શરીરને ઇન્ફેક્શનના જોખમથી દૂર કરે છે અને ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

હળદર અને મધ

હળદર અને મધને એક સાથે મિક્સ કરીને ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ પર સારો પ્રભાવ પડે છે. આ કોમ્બિનેશન એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે ઇમ્યૂનિટી વધારવાની સાથે સંક્રમણનું જોખમ પણ ઘટાડે છે.

હળદર અને તુલસીનો કાઢો

હળદર અને તુલસીનો કાઢો ઈમ્યૂનિટી વધારવામાં તમારી મદદ કરી શકે છે. આ માટે પાણીમાં હળદર અને તુલસીના પાંદડાને ઉકાળો અને તેમાં મધ મિક્સ કરીને પીવો. આને પીવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

વજન ઘટાડવા માટે ખાલી પેટ શું પીવું?