વજન ઘટાડવા માટે ખાલી પેટ શું પીવું?


By Hariom Sharma15, Jul 2023 08:42 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે ફક્ત કસરત જ નહીં સાથે હેલ્ધી અને સારું ડાયેટમાં પણ જરૂરી છે. આ ડ્રિન્કનું સેવન ખાલી પેટ કરવાથી તમારું વજન ઝડપથી ઘટશે.

લીંબુ પાણી

લીંબુ પાણી એન્ડિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે શરીરના ટોક્સિન્સને સાફ કરે છે. આ માટે નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટ સેવન કરવાથી સ્થૂળતામાં ઘટાડો થાય છે.

હળદરવાળુ પાણી

ગુણોથી ભરપૂર હળદરનું પાણી વજન ઘટાડવાની સાથે સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે. આ માટે પાણીમાં હળદર પાવડર અથવા કાચી હળદર ઘસીને મિક્સ કરો અને પીવો. ખાલી પેટ તેનું સેવન કરો.

મેથીનું પાણી

મેથીવાળુ ઘણા ગુણોથી ભરપૂર હોય છે, જે શરીરની ગંદકી બહાર કાઢે છે. આ માટે પાણીમાં મેથી ઉકાળીને ખાલી પેટ સેવન કરવાથી સ્થૂળતા ઘટે છે.

જીરાનું પાણી

એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું એડ કરીને ઉકાળી લો. પાણી અડધું થવા પર ગાળીને ખાલી પેટ સેવન કરો. આનાથી મેટાબોલીજમ બુસ્ટ કરવાની સાથે તમારું શરીર પણ ઘટી શકે છે.

વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણ ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે પેટને લગતી સમસ્યાને ઘટાડી શકે છે. આ માટે પાણીમાં વરિયાળી ઉકાળીને ખાલી પેટ પીવાથી વજન ઘટી શકે છે.

અજમાનું પાણી

વજન ઘટાડવા માટે ડાયેટમાં અજમાનું પાણી સામેલ કરો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો મિક્સ કરીને રાત્રે પલાળો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો.

મહિલાઓના સ્વાસ્થ્ય માટે રામબાણ છે અળસીના બીજ