દરરોજ સીડી ચઢવાથી શરીરને થશે અદ્દભૂત ફાયદા, આજથી જ આળસ ખંખેરો
By Sanket M Parekh
2023-05-09, 16:29 IST
gujaratijagran.com
માંસપેશીઓ મજબૂત થશે
સીડી ચઢવાથી મસલ્સને મજબૂતી મળે છે. જેનાથી પગ, જાંઘ અને કુલાના મસલ્સ મજબૂત થઈ શકે છે.
હાડકાની તાકાત વધશે
સીડીઓ ચઢવાથી હાડકાને મજબૂતી મળે છે. જેથી સાંધાનો દુખાવો ઓછો થઈ શકે છે. આથી દરરોજ સીડીઓ જરૂર ચઢવી જોઈએ.
ડાયાબિટીશથી બચાવશે
સીડી ચડ-ઉતર કરવાથી મેટાબૉલિઝમ બૂસ્ટ થાય છે, જેથી ડાયાબિટીશ થવાનો ખતરો ઓછો રહે છે. આથી થોડી મિનિટો માટે સીડી જરૂર ચડવી જોઈએ.
ઊંઘ સારી આવે છે
ઊંઘ ના આવવાની સમસ્યા દરમિયાન તમે થોડા દિવસો સુધી સીડી ચડ-ઉતર કરવાનું શરૂ કરી દો. જેથી ફિજિકલ એક્ટિવિટી કરતા-કરતાં ગાઢ ઊંઘ આવે છે.
વજન ઓછુ થશે
મોટાપાની સમસ્યાને ઓછી કરવા માટે સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ. જેથી મેટાબૉલિક સિન્ડ્રોમનું રિસ્ક ઓછું થશે અને વેટ પણ કંટ્રોલ થઈ જશે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરો
સીડી ચડવા-ઉતરવાથી બ્લડ પ્રેશરને ઓછું કરી શકાય છે. જેથી હાઈપરટેન્શન પણ ઓછું થઈ શકે છે. આ સાથે પગની ક્ષમતા પણ વધે છે.
હાર્ટ હેલ્ધી રહેશે
સીડી ચડવાથી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આથી હાર્ટને હેલ્ધી રાખવા માટે દરરોડ સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
મહિલાઓની આ આદતોથી પરેશાન રહે છે પુરુષ, અનેક વખત સબંધમાં પડે છે તિરાડ
Explore More