વજન ઘટાડવું છે તો આ આદતોને આજે જ છોડી દો, એની મેળે ઓછો થશે મોટાપો


By Sanket M Parekh2023-05-09, 16:15 ISTgujaratijagran.com

મીઠુ વધારે ખાવાથી

સોડિયમથી ભરપુર મીઠાનું વધારે પડતું સેવન કરવાથી તે શરીરના પાણીને એબ્જોર્બ કરી લે છે, જેથી મોટાપો વધવા લાગે છે.

મોડી રાતે ભોજન કરવાથી

સૂવાના જસ્ટ પહેલા ખાવાનું ટાળો. જેથી ફેટ વધે છે અને પાચન તંત્ર ખરાબ થાય છે. સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ખાઈ લો.

ઊંઘ પૂરી ના થવાથી

ઑફિસ અને ઘરનું કામ પૂરુ કરતાં-કરતાં ઊંઘ પૂરી ના થવી, મોટાપો વધવાનું એક મોટું કારણ હોઈ શકે છે. જેનાથી મેટાબૉલિજમ પર ખરાબ અસર થાય છે.

સ્ટ્રેસના કારણે

વધારે પડતી ચિંતા કરવાથી પણ વજન વધવાની સમસ્યા થઈ શકે છે. અનેક લોકોમાં સ્ટ્રેસના કારણે વેટલૉસ પણ થઈ શકે છે.

વારંવાર ખાવાની આદત

કેટલાક લોકોમાં વારંવાર ખાવાની આદત હોય છે અને તેઓ સ્નેક્સ વગેરે પેક્ડ ફૂડ ખાતા રહે છે, જેના કારણે પણ વજન વધી શકે છે.

એવૉઈડ કરો

નાની-મોટી ભૂખને શાંત કરવા માટે કેટલાક લોકો ચૉકલેટ, આઈસક્રીમ અને ચિપ્સ ખાસ છે, જે વજન વધવાનું મોટું કારણ હોઈ શકે છે.

દવાઓ લેવાથી

માઈગ્રેન, એલર્ટી, ટાઈપ-2 ડાયાબિટીશ, બ્લડ પ્રેશર, બર્થ કંટ્રોલ અને સ્ટેરૉઈડ્સ જેવી બીમારીઓની દવાઓ વધારે પડતી લેવાથી મોટાપો થઈ શકે છે.

એક્સરસાઈઝની કમી

વય વધવાની સાથે-સાથે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. જો બિલકુલ વર્કઆઉટ નહીં કરો, તો વજન વધવું સ્વાભાવિક છે.

જાણો કેટલું ભણ્યા છે આ ભારતીય ક્રિકેટર્સ