જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન તમારા સ્વાસ્થ્યને કરી શકે છે નુક્સાન, આ સાઈડ ઈફેક્ટ


By Sanket M Parekh2023-05-09, 16:15 ISTgujaratijagran.com

ડાઈજેશનની સમસ્યા

હાઈપ્રોટીનનું સેવન કરનારા લોકોને ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે. પ્રોટીનને પચવામાં સમય લાગે છે, એવામાં ડાઈજેશનની સમસ્યા થઈ શકે છે.

થાક લાગવો

પ્રોટીનને ડાઈજેસ્ટ કરવામાં સમય લાગે છે. જેથી શરીરને તરત ઉર્જાની આવશ્યક્તા પૂરી નથી પડી શકતી. જેના કારણે તમને થાક લાગી શકે છે.

ડાયેરિયાનો ખતરો

જરૂરતથી વધારે પ્રોટીનનું સેવન કરવાથી પાચનતંત્રને અસર થતાં તમને ડાયેરિયા થઈ શકે છે. આ સાથે જ શરીરમાં પાણીની કમી પણ થઈ જાય છે.

વજન વધે છે

એક્સ્ટ્રા પ્રોટીન ફેટના રૂપમાં શરીરમાં અનેક જગ્યાએ જમા થઈ જાય છે. જેથી વજન ઓછું કરવાની જગ્યાએ વધવા લાગે છે. એવામાં પ્રોટીનના અધિક સેવનને ટાળવું હિતાવહ છે.

કેન્સરનો ખતરો

કેટલાક હાઈ પ્રોટીન ડાયટ ફૂડ્સ જેમને રેડ મીટ કેન્સર જ નહીં પરંતુ અન્ય અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાનો ખતરો વધારી શકે છે. વધારે રેડ મીટ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.

હાર્ટ માટે જોખમી

હાઈ પ્રોટીન ડાયટ તરીકે રેડ મીટ અને ફૂલ ફેટ યુક્ત ડેરી પ્રોડક્ટ્સના સેવનથી શરીરમાં ટ્રાઈમેથિલેમાઈન એન એક્સાઈડ વધી જાય છે. જેથી હાર્ટ સબંધી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.

કેલ્શિયમની કમી

હાઈ પ્રોટીન ડાયટથી શરીરમાં કેલ્શિયમની કમી થઈ શકે છે.જેના કારણે ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે, જે હાડકાને નબળા કરી શકે છે.

તારીખ 10 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 10 2023