કેમ નથી છોડી શકતા લોકો સિગારેટની આદત?


By Hariom Sharma08, Jul 2023 11:00 AMgujaratijagran.com

સિગારેટ તમાકુ દ્વારા બને છે. તમાકુમાં નિકોટીન રસાયણ રહેલું હોય છે, જે શરીરમાં ઝેરનું કામ કરે છે. આવો જાણીએ કેમ લોકો સિગારેટની આદત નથી છોડી શકતા.

શું છે નિકોટીન?

સિગારેટ અથવા અનેય કોઇ પણ પ્રકારનું તમાકુનું સેવન કરવાથી શરીરમાં નિકોટીન પ્રવેશ કરે છે. નિકોટિન થાક અને કમજોરીથી શરીરને તરત રિલીઝ કરે છે. થોડા સમય પછી નિકોટીનની અસર ખતમ થયા બાાદ શરીર સુસ્ત થવા લાગે છે.

કેવી રીતે પડે છે આદત?

સિગારેટ અથવા અન્ય નિકોટીનનું સેવન શરીરમાં પહોંચીને નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે, જેનાથી તમાકુનું સેવન કરવાથી ક્રેવિંગ થવા લાગે છે. આનાથી વ્યક્તિને ધીરે ધીરે તમાકુની આદત પડવા લાગે છે.

સિગારેટની આદત છોડવાના ઉપાય

તમાકુમાં રહેલું નિકોટીન શરીરમાં વિટામિન સીના સ્તરને ઘટાડે છે, જેના કારણે વારંવાર સિગારેની ક્રેવિંગ થાય છે. સિગારેટની લત છોડવ માટે ડાયેટમાં વિટામિન સીવાળા ફ્રૂટ્સને સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક છે.

આ ફળોનું સેવન કરો

સિગારેટની ક્રેવિંગ થવા પર કીવી, સ્ટ્રોબેરી, મોસંબી, નારંગી, લીંબુ પાણી, અનાનસ વગેરેનું સેવન કરવું જોઇએ.

તજનું સેવન

સિગારેટની ક્રેવિંગ થવા પર તજનું સેવન ફાયદાકારક છે. તજનો એક નાનો ટૂકડો ખાવાથી સિગારેટ પીવાની ઇચ્છા થતી નથી, અને મગજ પણ ફ્રેશ પિલ કરે છે.

વરિયાળીનું સેવન

વરિયાળીમાં રહેલા ગુણકારી પોષકતત્ત્વો શરીરમાં નિકોટીન ક્રેવિંગને શાંત કરવામાં મદદ કરે છે, સાથે જ મૂડ પણ સુધરે છે.

વરસાદની સીઝનમાં કેવા પ્રકારનું ખાન-પાન હોવું જોઇએ?