રાત્રે પણ બ્રશ કરવું કેમ જરૂરી છે?


By Bhavesh Chaudhary11, Sep 2024 01:22 PMgujaratijagran.com

બ્રશ કરવું

સવારે અને રાત્રે બંને સમયે બ્રશ કરવું જરૂરી છે. આ સમયે સવાલ એ થાય છે કે, રાત્રે બ્રશ ન કરવાથી શું અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ.

દાંત સાફ કરો

સવારે અને રાત્રે બંને સમયે બ્રશ કરવું જરૂરી છે. બ્રશ કરવાથી તમે દાંતની પીળાશ અને મોં માં જમા થયેલી ગંદકીથી છૂટકારો મેળવી શકો છો.  

મોઢામાં ઈન્ફેક્શન

રાત્રે જમ્યા પછી બધા બેક્ટેરિયા મોં માં એકઠા થાય છે અને બ્રશ ન કરવાથી ચેપનું જોખમ વધી જાય છે. જેતી બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે.

શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવો

જો તમે રાત્રે બ્રશ ન કરો તો કેટલાક બેક્ટેરિયા લાળમાં ભળી જાય છે. તેનાથી કેટલાક ગેસ નીકળે છે, જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે.

દાંત નબળા પડવા

બ્રશ ન કરવાને કારણે દાંત નબળા પડી જાય છે અને પડવા લાગે છે. જેથી નાની ઉંમરમાં જ તમારા દાંત પડવા લાગે છે.

પેઢા નબળા થશે

બ્રશ ન કરવાને કારણે આખી રાત મોં માં ખોરાક પડ્યો રહે છે. જેનાથી પેઢા નબળા પડી શકે છે.

આ સમસ્યા થઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાત્રે બ્રશ ન કરવાથી ન્યુમોનિયા, ડિમેન્શિયા અને શ્વાસ સંબંધી રોગો થઈ શકે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Curd for Hair: દહીંમાં શું મિક્સ કરીને વાળમાં લગાવવું જોઈએ?