કાળા, જાડા અને લાંબા વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ, વાળના વિકાસ માટે વાળની તંદુરસ્તી રાખવી ખૂબ જ જરૂરી છે.
તમારા વાળને સ્વસ્થ રાખવા માટે તમે તેમાં દહીં લગાવી શકો છો. તો ચાલો જાણીએ વાળમાં દહીં લગાવવાના ફાયદા અને રીત.
દહીંમાં વિટામીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, પ્રોટીન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો.
દહીં અને એલોવેરા જેલ મિક્સ કરી અને તેને હેર માસ્કની જેમ વાળમાં લગાવવાથી ખોપરી ઉપરની ચામડીને ચેપથી બચાવે છે.
દહીંને સારી રીતે ફેટીને પછી તેને હેર પેકની જેમ વાળમાં લગાવી 10 મિનિટ પછી વાળને ધોઈ લો. જેનાથી વાળ તંદુરસ્ત રહે છે.
સાઇટ્રિક એસિડ અને એન્ટી-ઓકિસડન્ટ ગુણોથી ભરપૂર દહીંમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી તૈલી વાળમાં રાહત મળે છે. આ ઉપરાંત તે ડેન્ડ્રફથી પણ છુટકારો અપાવે છે.
1 ચમચી દહીંમાં નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં 10 મિનિટ સુધી લગાવી પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. નાળિયેર તેલ વાળની શુષ્કતા દૂર કરે છે.
મેથીના દાણા અને દહીંનું મિશ્રણ તમારા વાળને પોષણ આપે છે. 1 ચમચી મેથીના દાણાને રાત્રે સૂતા પહેલા પલાળી રાખો. પછી સવારે તેને પીસીને દહીંમાં મિક્સ કરીને વાળમાં લગાવો.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.