જાણો ડિહાઇડ્રેશન બચવા દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?


By Bhavesh Chaudhary11, Sep 2024 11:58 AMgujaratijagran.com

શરીરમાં પાણીનો અભાવ

આપણા શરીરને પાણીની વધારે જરૂર હોય છે. શરીરમાં પાણીની ઉણપના કારણે ઘણી બધી બીમારીનો સામનો કરવો પડી શકે છે.  

પુષ્કળ પાણી પીવો

જો તમે ડિહાઇડ્રેશનથી બચવા માંગતા હોવ તો પુષ્કળ પાણી પીવું જોઈએ. પ્રશ્ન એ ઊભો થાય છે કે, ડિહાઇડ્રેશનથી બચવા માટે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ.

નિષ્ણાંત અભિપ્રાય

નિષ્ણાંતોનું માનવું છે કે, દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું ખુબ જ જરૂરી છે.

ઉનાળામાં વધુ પીવો

ઉનાળાની ઋતુમાં તરસ વધુ લાગે છે અને શરીરને વધુ પાણીની પણ જરૂર પડે છે. જેથી તમારે 8- 10 ગ્લાસથી વધુ પાણી પીવું જોઈએ.

તરત જ પાણી પી લો

તમને તરસ લાગે ત્યારે તરત જ પાણી પીવું જોઈએ. જો તમે આમ ન કરો તો તમને શરીરમાં પાણીની ઉણપથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થશે

જો તમે પુષ્કળ પાણી પીઓ છો, તો તમારે ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થઈ જશે અને શરીર તંદુરસ્ત રહેશે.

બીમાર લોકો

બીમારીનો સામનો કરતા લોકોએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, દવા લેનારાઓને પણ વધુ તરસ લાગે છે.

નિયમિત સમયાંતરે પાણી પીવો

જો તમને વારંવાર તરસ લાગે તો નિયમિત સમયાંતરે પાણી પીવું જોઈએ. જેનાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને તમે ડિહાઇડ્રેશનથી પણ પોતાને બચાવી શકશો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Magnesium Foods: મેગ્નેશિયમ ઉણપ દૂર કરવા ખાવો આ ખોરાક