તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મેગ્નેશિયમ ઘણું મહત્વનું પોષક તત્વ છે. તે હૃદય, સ્નાયુઓ, અને મગજના કાર્યમાં મોટો ફાળો આપે છે. મેગ્નેશિયમની ઉણપ શારીરિક નબળાઈ, માનસિક તણાવ અને અન્ય અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો આ ખોરાકને તમારે ડેઈલી ડાયેટમાં ઉમેરવું જોઈએ
પાલક, સરસવ અને મેથી જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે. એ માત્ર તમારી હાડકાંઓને મજબૂત બનાવે છે, પણ તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.
મગની દાળ અને ચણા મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે તમારા શરીર માટે આરામદાયક છે. ચોખા, ખાસ કરીને બ્રાઉન રાઇસ, પણ મેગ્નેશિયમ સારી માત્રામાં મળી આવે છે.
ચીઝ, દૂધ અને દહીં તમારા ડેઈલી ડાયેટમાં એડ કરો, આ તમારા શરીરને જરુરિયાત પ્રમાણે મેગ્નેશિયમ પૂરુ પાડે છે. એના સેવનથી તમારી હાડકાંઓ મજબૂત બને છે
બદામ, અખરોટ અને કાજુ એ દરેકના મનગમતા ડ્રાયફ્રૂટ્સ છે. જો તમે દરરોજ ડ્રાયફ્રૂટ્સ ખાતા રહો, તો તે માત્ર મેગ્નેશિયમ જ નહીં, પણ બીજા પોષક તત્વો પણ પૂરા પાડે છે.
પાણી પીવું એ સામાન્ય વાત લાગે છે પણણ શરીરમાં મેગ્નેશિયમની ઉણપ દૂર કરવા પણ પાણી ખૂબ જ જરૂરી છે. આ ખોરાક સાથે પાણી પીવાથી મહત્તમ ફાયદો મળે છે.