મંદિરની બહાર અને અંદર ઘંટ તમે જરુર જોયો હશે. શ્રદ્ધાળુ તેને વગાડીને જ પોતાની ભક્તિ વ્યક્ત કરે છે.
મંદિરમાં ઘંટની પરંપર ખૂબ જૂની છે. એવું માનવામાં આવે છે કે ઘંટનો અવાજ સાંભળીને ભગવાન ખુશ થાય છે અને આપણી વાત સાંભળે છે.
મંદિરના ઘંટ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે, જે વિશે જાણીને તમે પણ હેરાન થશો.
વૈજ્ઞાનિકો મુજબ ઘંટના રણકવાથી અવાજ આવે છે જે વાતાવરણમાં તેજ કંપન પેદા કરે છે. જેના કારણે હાનિકારક જીવાણુ નષ્ટ થાય છે.
ઘંટડીના અવાજથી વાતાવરણ શુદ્ધ થાય છે અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઘંટડીનો અવાજ સાત સેકેન્ડ સુધી રહે છે, જે શરીરમાં રહેલા સાત ચક્રોને એક્ટિવ કરે છે
ઘંટના અવાજથી મંદિરમાં સકારાત્મકતા ફેલાયેલી રહે છે, જેનાં કારણે તમને ત્યાં બેસવું ગમે છે.
ઘંટ વગાડવાથી દેવો જાગૃત થાય છે અને તેમને ઘંટનો અવાજ પસંદ હોય છે.