આ છે ભારતના 7 સૌથી સુંદર ચાના બગીચા, જાણો ક્યાં આવેલા છે?


By Sanket M Parekh22, Jun 2023 04:18 PMgujaratijagran.com

નીલગીરી ચાનો બગીચો

દક્ષિણ ભારતમાં આવેલ નીલગીરી ચાનો બગીચો ખૂબ જ ફેમસ છે. અહીં લગભગ 100 વર્ષ કરતાં વધારે સમયથી ચાનું ઉત્પાદન થાય છે.

કૂચ બિહાર ટી એસ્ટેટ

પશ્ચિમ બંગાળમાં આવેલ કૂચ બિહાર ટી-એસ્ટેટ ભારતનું સૌથી વધુ ચા ઉત્પાદન કરે છે. એવું કહેવાય છે કે, તને 1950ના દાયકામાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

દારંગ ટી એસ્ટેટ

70 એકરમાં ફેલાયેલા દારંગ ટી એસ્ટેટ હિમાચલ પ્રદેશમાં આવેલ છે. પર્વતોની વચ્ચે આવેલું હોવાના કારણે આ બગીચામાં લાખો સહેલાણીઓ આવતા રહે છે.

ગટોંગા ટી એસ્ટેટ

નોર્થ-ઈસ્ટના આસામમાં આવેલ ગટોંગા ટી-એસ્ટેટ ખૂબજ પ્રસિદ્ધ ચાનો બગીચો છે. અહીંથી બ્રિટિશ કાળમાં ચા વિદેશમાં મોકલવામાં આવતી હતી.

કેલગુર ટી એસ્ટેટ

દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલ કેલગુર ટી એસ્ટેટ ખૂબ જ ફેમસ બગીચો છે. જેને વિશ્વના સૌથી મોટું ઓર્થોડૉક્સ ટી-એસ્ટેટ માનવામાં આવે છે.

હેપ્પી વેલી ટી એસ્ટેટ

દાર્જીલિંગમાં સૌથી ફેમસ અને પ્રાચીન ચીના બગીચાનું નામ લેવામાં આવે, તો હેપ્પી વેલી ટી એસ્ટેટનું નામ લેવામાં આવે છે. અહીં સહેલાણીઓ ફરવા માટે આવતા રહે છે.

કાનન ચાનો બગીચો

કેરળમાં આવેલ કાનન ચાનો બગીચો સાઉથ ઈન્ડિયાનો સૌથી મોટો અને ફેમસ ચાના બગીચા પૈકીનો એક છે.

કરણ દેઓલની થઈ દ્રિશા આચાર્ય, જુઓ લગ્નની શાનદાર તસવીરો