પેટની ચરબી ઓછી કરવા માટે લોકો અવનવા ઉપાયો કરતા હોય છે છતા પેટની ચરબી ઓછી નથી થતી. ઘણીવાર લોકો કેટલીક એવી ભૂલો કરે છે જેનાથી તેમની વજન ઘટાડવાની પ્રોસેસને ખરાબ કરે છે અને ચરબી ઓછી થવાને બદલે વધે છે. આવો જાણીએ પેટની ચરબી ઓછી કરવા કઈ ભૂલો ન કરવી જોઈએ
ડાયેટિશિયન મનપ્રીત કાલરાના જણાવે છે કે , 'ઘણા લોકો ઘણી કસરત અને ડાયટિંગ કર્યા પછી પણ પેટની ચરબી ઓછી કરી શકતા નથી, અને તેની પાછળ તેમની આ ભૂલો જવાબદાર છે
સવારમાં ખાલી પેટે ચા પીવાથી પણ પેટની ચરબી વધે છે. આનાથી પેટમાં બળતરા અને એસિડિટી થાય છે જે પેટના સ્વાસ્થ્યને ખરાબ કરવાની સાથે ચરબી વધારે છે
શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જવાબદાર છે. ઘણા લોકો જીવનના તણાવ અને ટેન્શનના લીધે રાત્રે સુઈ નથી શકતા અને પૂરતી ઊંઘ લઈ નથી શકતા. આ કારણથી પેટની ચરબી વધે છે. માટે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
ઘણીવાર તણાવમા ઓવરઈટીંગ કરતા હોય છે, એકસાથે વધુ પડતુ ખાવાના લીધે પેટની ચરબી ઝડપથી વધી જાય છે અને સાથે બ્લડ શુગર પણ વધે છે.
ઘણીવાર તણાવમા ઓવરઈટીંગ કરતા હોય છે, એકસાથે વધુ પડતુ ખાવાના લીધે પેટની ચરબી ઝડપથી વધી જાય છે અને સાથે બ્લડ શુગર પણ વધે છે.
રાત્રિભોજન અને સવારના નાસ્તા વચ્ચે ઓછામાં ઓછું 12 કલાકનું અંતર હોવું જોઈએ. આમ ન કરવાથી પેટની ચરબી વધે છે.
ઘણીવાર લોકોને જમ્યા પછી મીઠાઈ ખાવાનું ઈચ્છા થાય છે, આનાથી બ્લડ શુગર વધે છે, જે પેટમાં ચરબીના રૂપમાં જમા થાય છે.
રાત્રે સૂવાના 2-3 કલાક પહેલા જમી લેવું જોઈએ. જો રાત્રે મોડે જમીને સુવો છો તો તેનાથી પાચનની સમસ્યા ઊભી થાય છે અને મેટાબોલીઝમ પર પણ અસર પડે છે