જથ્થાબંધ ફુગાવામાં સતત પાંચમા મહિને ઓગસ્ટ દરમિયાન ઘટાડો થયો છે અને તે શૂન્યથી 0.52 ટકા નીચે રહ્યો છે. WPI આધારિત ફુગાવો એપ્રિલથી શૂન્યથી નીચે જળવાયો છે.
જુલાઈ મહિનામાં શૂન્યથી નીચે 1.36 ટકા હતો, જ્યારે ઓગસ્ટ 2022માં તે 12.48 ટકા રહ્યો હતો. ઓગસ્ટમાં ખાદ્ય ચીજવસ્તુનો ફુગાવો 10.60 ટકા રહ્યો, જે જુલાઈમાં 14.25 ટકા હતી.
ઈંધણ અને વીજળીને લગતો ફુગાવો ઓગસ્ટમાં શૂન્યથી 6.03 ટકા નીચે રહ્યો છે, જે જૂલાઈમાં શૂન્યથી 12.79 ટકા નીચે હતો. વિનિર્મિત ઉત્પાદનોનો ફુગાવો ઓગસ્ટમાં શૂન્યથી નીચે 2.37 ટકા રહ્યો.
RBIએ વધતા ફુગાવાને અંકૂશમાં લેવા માટે અર્થતંત્રને ગતિ આપવાના ઉદ્દેશથી ગયા મહિને ત્રીજી વખત નીતિ વિષયક દર રેપોમાં 6.5 ટકા પર રાખ્યો હતો.