વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં ભારતની ચીનથી સૌર મોડ્યુલની આયાતમાં 76 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે એક અહેવાલમાં આ વાત સામે આવી છે. સૌર વિનિર્માણમાં આત્મનિરભરતાની દિશામાં ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વૈશ્વિક ઊર્જા સંશોધન સંસ્થા એમ્બરના અહેવાલ પ્રમાણે વાર્ષિક ધોરણે ચીનથી ભારતના સૌર મોડ્યૂલ આયાત વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં 9.8 ગીગાવોટથી ઘટી વર્ષ 2023માં આ અવધિમાં ફક્ત 2.3 ગીગાવોટ રહી છે.
સૌર મોડ્યુલ આયાત માટે ચીન પર ભારતની નિર્ભરતા વર્ષ 2022 બાદ હકીકતમાં ઘટી છે. તાજેતરના નીતિગત દરમિયાનગીરીથી ઘરેલુ વિનિર્માણ ગતિ વેગ પકડી રહ્યું છે.
સૌર વિનિર્માણણાં ભારત લગભગ આત્મનિર્ભરતાની બિલકુલ નજીક પહોંચી ગયું છે, ચીના મોડ્યુલ તથા સેલ પર નિર્ભરતા હવે કોઈ અવરોધ ધરાવતી નથી.
ભારતે આયાતમાં ઘટાડો અને સ્થાનિક વિનિર્માણને ઉત્તેજન આપવા માટે, એપ્રિલ 2022થી સૌર મોડ્યુલ પર 40 ટકા અને સૌર સેલ પર 25 ટકા એક્સાઈઝ ડ્યુલ લગાવવાની શરૂઆત કરી હતી.