ખજૂર 2 કપ,કાજુ અડધો કપ,અખરોટ અડધો કપ,બદામ અડધો કપ, પિસ્તા 2-3 ચમચી,ચિરોંજી 2-3 ચમચી, ખસખસ 2-3 ચમચી,એલચી પાવડર- એક ચપટી,નાળિયેર પાવડર- 2-3 ચમચી,દેશી ઘી -2-3 ચમચી.
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં કાજુ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે નાખીને હળવા હાથે શેકી લો.
હવે ખજૂરના ઠળીયા કાઢીને મિક્સ કરો અને આ પછી મિશ્રણને ગ્રાઇન્ડરમાં નાખીને બરછટ પીસી લો.
હવે આ મિશ્રણમાં ચિરોંજી,ખસખસ,એલચી,નાળિયેર પાવડર વગેરે મિક્સ કરો.
હવે એક થાળીમાં ઘી લગાવો અને આ મિશ્રણ નાખીને ચમચી વડે ફેલાવો, હવે તેને છરીની મદદથી બરફીનો આકાર આપો.
પછી ઝીણા સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરીને 2-3 કલાક માટ ફ્રીજમાં રાખો.
આ બરફીનું સેવન કરવાથી એનર્જી મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તમે તમારા ગરે આવતા મહેમાનોને પણ આ વનગી સર્વ કરી શકો છો.
તમે પણ ડ્રાય ફ્રૂટ્સમાંથી બરફી બનાવી શકો છો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.