ભારતીય શેરબજારમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી રહી છે. આજે બીએસઈ સેન્સેક્સ 245.86 પોઇન્ટ ઉછળી 67467 અને નિફ્ટી 76.80 પોઇન્ટ વધી 20,000ને પાર થયા હતા.
BSE ખાતે કુલ 3,784 કંપનીમાં કામકાજ થયું હતું, જે પૈકી આશરે 2,185 શેરમાં તેજી અને 1,466 સ્ક્રીપમાં મંદી જ્યારે 148 શેર છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.
ગ્રાસિમ રૂપિયા 62 વધી રૂપિયા 1,933, કોલ ઈન્ડિયા રૂપિયા 9 વધી રૂપિયા 279, ટાઈટન રૂપિયા 77 વધી રૂપિયા 3,263.20 રહ્યા હતા.
જોકે જિયો ફાયનાન્સ આશરે રૂપિયા 4 ઘટી રૂપિયા 240, HDFC લાઈફ રૂપિયા 11 ગગડી રૂપિયા 650 રહ્યા હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આશરે રૂપિયા 21 ઘટી રૂપિયા 1,536.95, લાર્સન એન્ડ ટુબ્રો રૂપિયા 37 ઘટી રૂપિયા 2,906.75 રહ્યા હતા.