રવામાંથી ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા બનાવવાની સરળ રીત


By Vanraj Dabhi12, Sep 2023 01:40 PMgujaratijagran.com

જાણો

જો તમને ઢોસા કાવાનું મન થાય તો તમે તરત જ ઘરે રવા ઢોસા તૈયાર કરી શકો છો, આવો જાણીએ તેને ઈન્સ્ટન્ટ બનાવવાની રેસીપી.

સામગ્રી

રવો 1 કપ,ચોખાનો લોટ અડધો કપ,લીલા મરચા 2-3 સમારેલા,સ્વાદ મુજબ મીઠું,જરૂર મુજબ તેલ કે ઘી,કોથમીર 2-3 ચમચી સમારેલ,જીરું-1 ચમચી, બાફેલા બટાકો-2-3, કાળા મરી પાવડર દોઢ ચમચી,હળદર પાવડર અડધી ચમચી.

સ્ટેપ-1

ઢોસા મસાલો બનાવવા માટે સૌપ્રથમ બટેટાને બાફી લો અને પછી તેને એક કડાઈમાં મૂકો અને બટાકાને ફ્રાય કરીને ઉપર થોડી કોથમીર ગાર્નીસ કરો.

સ્ટેપ-2

હવે આપણે ઢોસા બનાવવા માટે બેટર તૈયાર કરવાનું છે,તેના માટે એક બાઉલમાં રવો,ચોખાનો લોટ,લીલુ મરચું,કોથમીર,જીરું વગેરે નાખી અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

સ્ટેપ-3

આ ઢોસાના બેટને 10 મિનિટ સુધી સેટ થવા દો અને પછી એક નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરો.

સ્ટેપ-4

જ્યારે પેન ગરમ થાય ત્યારે આ બેટરને મોટા ચમચા વડે તેના પર રેડો અને તેને ઢોસાની જેમ ફેલાવો,ઉપર થોડું તેલ અથવા ઘી નાખો.

સ્ટેપ-5

જ્યારે તે લાઈટ બ્રાઉન થઈ જાય ત્યારે તેને થોડું ફેરવો અને પછી બટાકાનો તૈયાર કરેલ મસાલો ઢોસા પર મૂકો.

સર્વ કરો

તૈયાર છે રવા ઢોસા, તમે તેને નાળિયેરની ચટણી,દાળની ચટણી અને સાંભાર સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો,

વાંચતા રહો

તમે ઘરે રવા ઢોસા પણ બનાવી શકો છો રેસીપી ગમે તો શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પેસેન્જર વાહનોનું વેચાણ 9 ટકા વધ્યું, દ્વિ-ચક્રિયમાં સ્થિર વલણ