પેસેન્જર વાહનોનું વેચાણ 9 ટકા વધ્યું, દ્વિ-ચક્રિયમાં સ્થિર વલણ


By Nileshkumar Zinzuwadiya11, Sep 2023 09:35 PMgujaratijagran.com

વેચાણ 9 ટકા વધ્યું

ઘરેલુ બજારમાં યાત્રી વાહનોનું વેચાણ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે નવ ટકા વધી 3,59,228 યુનિટ થયું છે, તેમ સોસાયટી ઓફ ઈન્ડિયા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે સોમવારે માહિતી આપી હતી.

પેસેન્જર્સ વાહનોનો સપ્લાઈ

ઓગસ્ટ,2022માં ઉત્પાદકો દ્વારા ડીલર્સને 3,28,376 પેસેન્જર્સ વાહનોનો સપ્લાઈ કરી હતી. યુટિલિટી વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 34 ટકા વધી 1,81,825 યુનિટ થયું છે.

પેસેન્જર કાર

પેસેન્જર કારનું વેચાણ 10 ટકા ઘટી 1,20,031 યુનિટ થયું છે, જે અગાઉના વર્ષની સમાન અવધિમાં 1,33,477 યુનિટ હતું. વાનનું વેચાણ પણ 12,236 યુનિટ ઘટી 11,859 યુનિટ થયું છે.

ત્રણ ચક્રિય વાહનો

ત્રણ ચક્રિય વાહનોનું વેચાણ 64,763 યુનિટ રહ્યું છે,જે એક વર્ષ અગાઉ 38,369 યુનિટ હતું. દ્વિચક્રિય વાહનોનું વેચાણ 15,66,594 યુનિટ થયું છે,જે અગાઉ 15,57,429 યુનિટ હતું.

ડુંગળીને ધોયા પછી પણ દુર્ગંધ આવે છે, તો આ રીત અપનાવો