ડુંગળીને ધોયા પછી પણ દુર્ગંધ આવે છે, તો આ રીત અપનાવો


By Vanraj Dabhi11, Sep 2023 05:51 PMgujaratijagran.com

જાણો

ડુંગળીનો ઉપયોગ મોટાભાગે સલાડ અથવા ખોરાકમાં થાય છે, જેમાં કાચી ડુંગળીનો ઉપયોગ થાય છે, આવો જાણીએ કેટલીક ટિપ્સ જેની મદદથી કાચી ડુંગળીની દર્ગંધને દૂર કરી શકાય છે.

સ્ટેપ-1

તમે જે પણ ડીશ માટે સલાડ તૈયાર કરતા હોવ તો સૌથી પહેલા કાચી ડુંગળીને તમારી ઈચ્છા મુજબ સમારી લો.

સ્ટેપ-2

તમે શું બનાવવા માંગો છો તેના આધારે તમે ડુંગળીને રિંગ્સમાં અથવા લંબાઈની સાઈઝમાં કાપી શકો છો.

સ્ટેપ-3

સમારેલી ડુંગળીને તાજા પાણીના બાઉલમાં નાખો અને ચેક કરો કે ડુંગળી સંપૂર્ણપણે પાણીમાં ડુબી ગઈ કે નહીં.

સ્ટેપ-4

આ પછી બાઉલમાં 2 ચમચી બારીક પીસેલું મીઠું નાખો અને તેને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

આ મિશ્રણને ઓછામાં ઓછા 5 મિનિટ માટે બાઉલમાં રહેવા દો.

સ્ટેપ-6

હવે ડુંગળીમાંથી ખારું પાણી કાઢી લો અને તેને ફરીથી નવશેકા પાણીમાં સારી રીતે ધોઈ લો.

અન્ય ટિપ્સ

જો તમે ડુંગળીને પલાળવા માંગતા ન હોવ તો તમે તેને હળવા હાથે તળી પણ શકો છો, આ કારણે પણ ડુંગળીમાંથી દૂર્ગંધ આવતી નથી.

વાંચતા રહો

આ રીતે તમે સવાડમાં ડુંગળીનો ઉપયોગ કોઈપણ પ્રકારની દૂર્ગંધ વગર કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નાણાકીય વર્ષ 2024માં ભારતીય ફાર્મા ઉદ્યોગની આવક 8-10 ટકા વધી શકે છે