નાણાકીય વર્ષ 2024માં ભારતીય ફાર્મા ઉદ્યોગની આવક 8-10 ટકા વધી શકે છે


By Nileshkumar Zinzuwadiya11, Sep 2023 04:00 PMgujaratijagran.com

વિનિયમિત બજારો

વર્તમાન નાણાકીય વર્ષમાં ઘરેલુ વૃદ્ધિ અને વિનિયમિત બજારોમાં નિકાસ વધવાથી ફાર્માસ્યુટીકલ ઉદ્યોગની આવક 8-10 ટકા વધી શકે છે.

અર્ધ વિનિયમિત બજારો

અર્ધ વિનિયમિત બજારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ આ ઉદ્યોગમાં એકંદરે સુધારાની આશા જન્મી છે, તેમ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

ઘરેલુ રેટિંગ એજન્સી

ઘરેલુ રેટિંગ એજન્સી ક્રિસિલે સોમવારે કહ્યું છે કે 186 દવા ઉત્પાદકોના અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ આંકડા ગત નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રના 3.7 લાખ કરોડ રૂપિયાની વાર્ષિક આવકનો લગભગ અડધો હિસ્સો છે.

ક્રિસિલ રિસર્ચ

ક્રિસિલ રિસર્ચના નિર્દેશક અનિકેત દાનીએ કહ્યું કે વર્તમાન દવાઓ અને નવી દવાઓ ઈશ્યુ કરવાથી વેચાણ પણ ત્રણથી ચાર ટકા વધશે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પાસે કેટલી સંપત્તિ છે તે જાણો