બ્રિટનના PM ઋષિ સુનક તથા તેમના પત્ની અક્ષતા મૂર્તિ પાસે અનેક મોંઘી ચીજવસ્તુઓનું કલેક્શન છે, તેમાં કાર્સ, લક્ઝરી ઘર અને અન્ય મોંઘી ચીજવસ્તુનો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલ પ્રમાણે ઋષિ સુનક શ્રીમંતોની યાદીમાં 222મા સ્થાન પર છે. PM ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ પાસે કુલ રૂપિયા 756 કરોડની સંપત્તિ છે.
આ પૈકી ઋષિ સુનક પાસે કુલ આશરે રૂપિયા 178 કરોડથી વધારે સંપત્તિ છે. આ દંપત્તિ પાસે કુલ 4 લક્ઝરીયસ પ્રોપર્ટી છે અને તેમનું મુખ્ય રહેઠાણ કેસિંગ્ટનમાં છે. તેની કિંમત આશરે 7 મિલિયન યુરો છે.
મીડિયા અહેવાલ પ્રમાણે બ્રિટનના PM પાસે નોર્થ યોર્કશાયરમાં રૂપિયા 18 કરોડનું મેનર હાઉસ છે, જેમાં સ્વીમિંગ પૂલ, ટેનિસ કોર્ટ અને અન્ય ચીજ વસ્તુ છે.