જથ્થાબંધ ફુગાવો મે મહિનામાં ઘટીને શૂન્યથી 3.48 ટકા નીચે આવ્યો


By Nileshkumar Zinzuwadiya14, Jun 2023 04:03 PMgujaratijagran.com

ફુગાવો ગગડ્યો

જથ્થાબંધ ભાવાંક સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં ઘટીને શૂન્યથી 3.48 ટકા નીચે આવી ગયો છે. તે અહીં ત્રણ વર્ષની નીચી સપાટી છે.

ફુગાવો શૂન્યથી નીચે

સતત બીજો મહિનો છે કે જ્યારે ફુગાવો શૂન્યથી નીચે છે. એપ્રિલમાં ફુગાવો -0.92 ટકા હતો. મે,2022માં ફુગાવો 16.63 ટકા હતો.

ત્રણ વર્ષની નીચી સપાટીએ

આ સાથે ફુગાવો મે,2023માં છેલ્લા ત્રણ વર્ષની નીચી સપાટીને સ્પર્શી ગયો છે. અગાઉ મે,2020માં ફુગાવો -3.37 ટકા હતો.

ખાદ્ય ફુગાવો પણ ગગડ્યો

ખાદ્ય પદાર્થોનો ફુગાવો પણ ઘટીને 1.51 ટકા આવી ગયો છે. એપ્રિલમાં તે 3.54 ટકા હતો.

વાવાઝોડું બિપોરજોયથી બચવામાં મદદરૂપ થઈ શકે છે આ ટિપ્સ