જૂનાગઢ મનપામાં મેયરના નામને લઈને ચર્ચા શરૂ, જાણો કોણ છે પ્રબળ દાવેદાર!


By Vanraj Dabhi21, Feb 2025 12:36 PMgujaratijagran.com

જૂનાગઢ મનપામાં મેયર

મનપા ચૂંટણી પરિણામ આવ્યા બાદ મેયર કોણ બનશે તેને લઇને શહેરીજનો અને રાજકીય વર્તૂળોમાં ચર્ચા જાગી છે.

ભાજપની જીત

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપે 60માંથી 48 બેઠકો અંકિત કરીને પ્રચંડ બહુમતી મળેવી છે.

ત્રીજીવાર સત્તા

સતત ત્રીજીવાર સત્તા મેળવવામાં સફળ રહેલા ભાજપમાં મેયર પદને લઇને ઉમેદવારો દ્વારા સોગઠા ગોઠવવામાં આવી રહ્યાં છે.

રોટેશન મુજબ મેયર પદ

આ વખતે મનપામાં મેયર પદ રોટેશન મુજબ હોઇ શકે છે. જે પ્રમાણે પટેલ, બ્રાહ્મણ, લોહાણા સહિતના સમાજના ઉમેદવારો દ્વારા સોગઠા ગોઠવવામાં આવી રહ્યાં છે.

મેયર પદ માટે આ નામો ચર્ચામાં

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે તેના વિશે જણાવીશું.

મનન ધીરજલાલ અભાણી

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે વોર્ડ-10ના મનન ધીરજલાલ અભાણીનું નામ ચર્ચામાં છે.

પલ્લવી શ્રેયસભાઈ ઠાકર

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે પલ્લવી શ્રેયસભાઈ ઠાકરનું નામ પણ ચર્ચામાં છે.

શૈલેષ દવે

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે વોર્ડ-11ના શૈલેષ દવે પણ ચર્ચામાં છે.

અન્ય નામો પણ ચર્ચામાં

આ સિવાય જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે બાલુભાઈ રાડા, ધર્મેશ પોશિયા, હિરેન ભાલાણીનું નામ ચર્ચા છે.

નિર્વિવાદિત ચહેરા

આ તમામ નામો પૈકી મનન અભાણી અને શૈલેષ દવે નિર્વિવાદિત ચહેરાઓ છે.

સમીકરણો

સ્થાનિક, રાજકીય અને જ્ઞાતિ આધારિત તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિર્ણય કરાશે.

જૂનાગઢની અંજલી આહીર ચૂંટણી હારી પણ લોકોના દિલ જીત્યા